લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 5 સાંસદોના પત્તા કાપી નાખ્યા છે. રાજકોટ બેઠક પરથી મોહન કુંડારીયાના બદલે પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદર બેઠક પર રમેશ ધડુકના બદલે મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી છે. પરશોત્તમ રુપાલા ભાજપના દિગ્ગજ નેતા છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે.
પાંચ સાંસદોના કપાયા પત્તા
રાજકોટ- મોહન કુંડારીયા
પોરબંદર- રમેશ ધડુક
અમદાવાદ પશ્ચિમ-કિરીટ સોલંકી
બનાસકાંઠા- પરબત પટેલ
પંચમહાલ- રતનસિંહ રાઠોડ
ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર
કચ્છ- વિનોદ ચાવડા
બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર- અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
રાજકોટ- પરુશોત્તમ રુપાલા
પોરબંદર- મનસુખ માંડવિયા
જામનગર- પૂનમબેન માડમ
આણંદ- મિતેશ પટેલ
ખેડા-દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
દાહોદ -જસવંતસિંહ ભાભોર
ભરુચ- મનસુખ વસાવા
બારડોલી-પ્રભુભાઈ વસાવા
નવસારી-સીઆર પાટીલ