ઢાકામાં ગ્રીન કોજી કોટેજ નામની સાત માળની ઈમારત ભસ્મીભૂતઃ44 લોકોના મોતઃ 22 ગંભીર

ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ લાગતા ૪૪ લોકો બળીને ખાખ થઈ ગયા હતાં, અને રર લોકો ગંભીર રીતે દાઝ્યા હતાં. મધ્યરાત્રિ પછી આગ કાબૂમાં આવી હતી.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તા. ર૯ ફેબ્રુઆરીની મોડી રાત્રે બેઈલી રોડ પર સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં ૪૪ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં રર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ ઓલવવામાં ૧૩ ફાયર બ્રિગેડને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. ગ્રીન કોઝી કોટેજ નામની ઈમારતમાંથી ૭પ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં, જેમાંથી ૪ર બેભાન હતાં. તમામને ઢાકા મેડિકલ કોલેજ અને શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં ૪૪ લોકોના મોત થયા હતાં.

બાંગ્લાદેશના આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગુરુવારે રાત્રે આગ પહેલા માળે રેસ્ટોરન્ટમાં લાગી હતી અને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ હતી, જ્યાં રેસ્ટોરન્ટની સાથે કપડાની દુકાન પણ હતી. આ આગ સિલિન્ડર ફાટતા લાગી હોવાનું કહેવાય છે. કેટલાક મૃતદેહો ઓળખાય તેવા રહ્યા નથી. મધ્ય રાત્રિ પછી આગ કાબૂમાં આવી હતી.