તમને બધાને ખબર જ હશે કે ઈન્ટરનેટ પર માત્ર આંખ મારવાની લાક્ષણિક અદાથી સનસનાટી મચાવનારી પ્રિયા પ્રકાશ વારિયર ફિલ્મી પડદેથી ગાયબ થઈ ગઈ હોવાની અટકલો લાગ્યા કરે છે. પ્રિયા આજકાલ શું કરે છે અને તેની પાસે કેટલી ફિલ્મો છે તે વિશે જાણવાની કોશીશ કરી છે અને અત્યાર તેની ફિલ્મી કરિયર શા માટે ડાઉન ચાલી રહી છે.
પ્રિયા પ્રકાશ વારિયરને અત્યાર સુધી કેટલી ફિલ્મો મળી છે તેની ચર્ચા થયા કરે છે. વાસ્તવમાં તેની ડેબ્યૂ ફિલ્મ પછી ફિલ્મો મળવાનું થયું પણ બોક્સ ઓફિસ અને પ્રેક્ષકો પર છાપ છોડી ગઈ નથી. એવું નથી કે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત પછી રાતોરાત ગાયબ થઈ ગઈ. ઓરુ અદાર લવ બાદ તે ચેકમાં જોવા મળી હતી, ત્યાર બાદ ઇશ્ક, શ્રીદેવી બંગલો અને વિષ્ણુ પ્રિયા જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે.
ડેબ્યુ પછી ફિલ્મો ઝાઝી ફિલ્મો કરી શકી નથી અને મેળવી પણ શકી નથી. છતાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સ્ક્રીન પર અલપઝલપ હાજરી જોવા મળી છે.
નિલાવુકુ એન્મેલ એન્નાદી કોબમ(તામિલ),યારિયાં-2 હિન્દી ડેબ્યુ ફિલ્મ), BRO (2023-તેલગુ), લાઈવ (2023-મલયાલમ), 4 યર(2022-મલયાલમ), ઇશ્ક: નોટ અ લવ સ્ટોરી(તેલગુ), ચેક (2021-તેલગુ), કિરિક લવ સ્ટોરી (2019-કનાડા), શ્રીદેવી બંગલો(હિન્દી), લવર્સ ડે (2019 તેલગુ), ઓરુ અદાર લવ (2019-મલયાલમ) સહિતની ફિલ્મોમાં જોવા મળી છે.
જોકે અકલ્પ્ય કારણોસર, એવું લાગે છે કે સાઉથ અને બોલિવૂડ પ્રિયાને કાસ્ટ કરવા માટે ખૂબ ઉત્સાહિત નથી.
ઈન્ટરનેટ ટ્રોલ્સ કોઈની કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. જોકે, પ્રિયાના કેસમાં એ મુદ્દો નહોતો. તેણીની ખ્યાતિ એક અભિનેતા તરીકેની તેણીની યોગ્યતા પર આધારિત ન હતી પરંતુ 5 સેકન્ડના ઇન્ટરનેટ ફેડને કારણે હતી. તેણીની એકમાત્ર મલયાલમ મૂવી ‘ઓલુ અદાર લવ’ હતી. ત્યારર બાદ કેટલીક કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી હતી, જે કેરળના પ્રેક્ષકો માટે ક્યારેય બનાવવામાં આવી ન હતી. તેથી ફક્ત ઈન્ટરનેટ ટ્રોલ્સને તેની કારકિર્દી બરબાદ કરવા માટે દોષી ઠેરવી શકાય નહી. તેણીએ હજુ પણ પ્રેક્ષકોને સાબિત કરવાની જરૂર છે કે તે યોગ્યતાથી એક ઉત્તમ અભિનેત્રી છે અને માત્ર આંખ મારનારી અભિનેત્રી નથી.
આ ઉપરાંક પ્રિયાે અબ્બાસ મસ્તાનની થ્રી મંકી,લવ હેકર્સ અને વિષ્ણુપ્રિયા જેવી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રિયા માટે નાની ઉંમરમાં મોટી સફળતા પણ એક પ્રકારે બાધારુપ બની ગઈ છે. બોલિવૂડના સુપરસ્ટારોની સાથે તેની ફિલ્મ માટે રાહ જોવી પડશે.