ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, કડકડતી ઠંડીનો થશે અનુભવ

જાણીતા હવામાનવિદ્ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ર૭ ફેબ્રુઆરીથી ૧પ માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. અમદાવાદમાં ૧૮.૩ ડિગ્રી, વડોદરામાં ૧૮.ર ડિગ્રી, રાજકોટમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજમાં ૧૭ ડિગ્રી, નલીયામાં ૧૪ ડિગ્રી, ડીસામાં ૧૬ ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં ૧૦ થી ૧ર કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની ગતિમાં વધારો થવાની ઠંડીનું જોર વધશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં કમોસમી હળવો