કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે. આ સિવાય ભાજપે એક બેઠક જીતી હતી. મતદાન પહેલાં કોંગ્રેસ અને ભાજપે તમામ ધારાસભ્યો બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટલોમાં ખસેડ્યા હતા
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ પુષ્ટિ કરી છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી આપવા બદલ FIR નોંધવામાં આવી છે.
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મંગળવારે ‘ક્રોસ વોટિંગ’ની આશંકા વચ્ચે મતદાન કરવામાં આવ્યું અને રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે વિરોધી છાવણીમાંથી ધારાસભ્યોનું સમર્થન મેળવવાનો દાવો કર્યો છે. ‘ક્રોસ-વોટિંગ’ના ડરથી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ-સેક્યુલર (JD-S) ગઠબંધને સોમવારે તેમના ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં રાખ્યા હતા.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ‘ભાજપે પણ જીતવા માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા પરંતુ પાંચમા ઉમેદવારને જીતવા માટે 45 વોટની જરૂર હતી, પરંતુ શું તેની પાસે 45 વોટ હતા? તેઓ નંબર વિના કેવી રીતે જીતવાનો દાવો કરતા હતા? તેઓ અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે અમે એફઆઈઆર દાખલ કરી છે.
કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર ઉમેદવાર છે. કોંગ્રેસના 133 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં પાર્ટી તેના ત્રણેય ઉમેદવારો જીતવાની અપેક્ષા રાખી હતી. કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ કોંગ્રેસ અને એક ભાજપ પાસે ગઈ છે. કર્ણાટકમાંથી રાજ્યસભા માટે ભાજપે જે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેમાં નારાયણ બંદેગ અને ભાજપ-જેડીએસના સંયુક્ત ઉમેદવાર કુપેન્દ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે.