મોબાઈલ ગુજરાત: 7 કરોડ વસ્તીમાંથી ગુજરાતના 6.64 કરોડ લોકો પાસે છે મોબાઈલ ફોન: રિપોર્ટ

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ડિસેમ્બર 2023 માટે ટેલિકોમ સબસ્ક્રિપ્શનના આંકડા જાહેર કર્યા છે. આ ડેટા મુજબ ગુજરાતમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા 6.64 કરોડથી વધીને (6,64,05,351) થઈ ગઈ છે. ડિસેમ્બર 2022માં ગુજરાતમાં મોબાઈલ યુઝર્સની સંખ્યામાં 6.60 કરોડની સરખામણીએ 3,39,480નો વધારો થયો છે. નવેમ્બર 2023ની સરખામણીમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં 3,08,881નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 94% મોબાઈલ ગ્રાહકો સક્રિયપણે મોબાઈલનો ઉપયોગ કરે છે.

ટ્રાઈના ડેટા અનુસાર, ગુજરાતમાં ટેલી ડેન્સિટી 92.24% છે, જેનો અર્થ છે કે ગુજરાતમાં લગભગ તમામ વયજૂથ પાસે મોબાઈલ ફેન છે. રાજ્યની ટેલિડેન્સિટી રાષ્ટ્રીય સરેરાશ 85% કરતા વધારે છે. આ કિસ્સામાં, ગુજરાત દેશમાં 9મા ક્રમે છે, જ્યારે દિલ્હી 278% સાથે પ્રથમ, કેરળ 122% સાથે બીજા અને હિમાચલ પ્રદેશ 120% સાથે ત્રીજા ક્રમે છે. ડિસેમ્બર 2023માં રાજ્યમાં વાયરલાઇન ગ્રાહકોની સંખ્યા વધીને 14.52 લાખથી વધુ થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેની સંખ્યામાં 2,80,611 ગ્રાહકોનો વધારો થયો છે.

ટ્રાઈના ડેટા મુજબ, ગુજરાતમાં 6.61 કરોડ મોબાઈલ હેન્ડસેટ છે, જેમાંથી 94% વપરાશકર્તાઓ તેનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 2.70 કરોડથી વધીને 23.45 લાખ થઈ ગઈ છે, જે ડિસેમ્બર 2023માં 2.93 કરોડને વટાવી જશે.

TRAIના માસિક રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં દેશમાં કુલ 115.85 કરોડ મોબાઈલ ગ્રાહકો છે. ગયા વર્ષની સરખામણીમાં મોબાઈલ યુઝર્સની સંખ્યામાં 1.55 કરોડનો વધારો થયો છે.