હિમાચલ પ્રદેશ: કોંગ્રેસની સુખકુ સરકાર મુશ્કેલીમાં, તખ્તા પલટની આશંકા

હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો આંચકો મળ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીની કારમી હાર થતાં આ સાથે જ કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળો મંડરાઈ ગયા છે.

68ની વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે. તેવામાં 6 ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ છે. ભાજપ પાસે 25 ધારાસભ્યો ધરાવતા ભાજપે સીટ જીતી લેતા જબરદસ્ત ફાઈટમાં વિજેતા બન્યા હતા. હાલમાં હિમાચલ પ્રદેશનું બજેટ સેશન ચાલી રહ્યું છે. તેવામાં સુખવિંદરસિંહ સુખકુની સરકાર ગમે ત્યારે ગબડી પડે તેવી સ્થિતિનું નિમાર્ણ થઈ ગયું છે. જો બજેટ પાસ નહીં થયું અને બજેટ સેશનમાં જ સુખકુ સરકાર પડી જવાની આશંકા વધારે પ્રબળ બની રહી છે. આમાં કોંગ્રેસ સરકારના ફ્લોર મેનેજમેન્ટ સામે પણ પ્રશ્નો ઉભા થઈ ગયા છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 34 વોટ મળ્યા અને કોંગ્રેસમાંથી 6 ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતાં કોંગ્રેસને પણ 34 વોટ મળ્યા હતા. હવે ત્યાંની સરકાર રેઝર એજ પર છે અને કાંટે કી ટક્કર ઉભી થઈ ગઈ છે.