ત્રણ રાજ્યોમાંથી રાજ્યસભાની 15 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. યુપીમાં રાજ્યસભાની 10, કર્ણાટકની 4 અને હિમાચલની એક બેઠક પર મતદાન થયું હતું. આ દરમિયાન હિમાચલ સીટ પર ચૂંટણી અટકી છે. કર્ણાટકના પરિણામમાં કોંગ્રેસ ત્રણ અને ભાજપ એક સીટ જીતી ગયું છે.
આ દરમિયાન હિમાચલ સીટ પર ચૂંટણી અટકી છે. કારણ કે, ચૂંટણી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ટાઈ છે. બંને ઉમેદવારોને સમાન મતો મળ્યા છે. શાસક પક્ષ કોંગ્રેસ માટે આ આંચકાથી ઓછું નથી. ભાજપમાં ઉજવણીનો માહોલ છે. બૂાદમાં ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને વિજેતા જાહેર કર્યા હતા. એક વોટ રદ્દ કરવામાં આવતા ભાજપના ઉમેદવારને એક વોટથી વિજેતા બન્યા હતા. ડ્રો કરવામાં આવતા તેમાં પણ અભિષેક મનુ સિંઘવી હારી ગયા હતા.
વાસ્તવમાં, હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને 34-34 વોટ મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા જયરામ ઠાકુરે દાવો કર્યો છે કે બંને પક્ષોને સમાન સંખ્યામાં મત મળ્યા છે. તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. મળતી માહિતી મુજબ હિમાચલમાં ક્રોસ વોટિંગને કારણે સમસ્યા છે. કોંગ્રેસ વિરુદ્ધ 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. ચૂંટમી પંચે ચિઠ્ઠી ઉછાળીને
એટલે કે કોંગ્રેસને 6 વોટ ઓછા મળ્યા છે અને આ તમામ વોટ ભાજપને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપના પોલિંગ એજન્ટો આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે હેલિકોપ્ટર દ્વારા મતદાન માટે લાવવામાં આવેલા કોંગ્રેસના બીમાર ધારાસભ્ય સુદર્શન બબલુના મત રદ કરવાની માંગ પર અડગ છે. આ મામલો ભારતના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા નિયમો મુજબ પરિસ્થિતિ સ્પષ્ટ થયા બાદ જ નિર્ણય જાહેર કરવામાં આવશે.