ઈસરોના ગગનયાન મિશન માટે અવકાશમાં જનારા ચાર અવકાશયાત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામોની જાહેરાત કરી છે. અગાઉ, તેમણે ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા કરી અને નામાંકિત અવકાશયાત્રીઓને મળ્યા અને શુભકામનાઓ આપી.
પીએમ મોદીએ જાહેર કરેલા નામોમાં ફાઈટર પાઈલટ પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. તેમાંથી, પ્રશાંત કેરળના પલક્કડના નેનમારાના વતની છે, જે એરફોર્સના ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવે છે.
આ ચાર અવકાશયાત્રીઓએ ભારતમાં તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાડ્યા છે. તેથી,ચારેય ફાઇટર જેટની ખામીઓ અને વિશેષતાઓ જાણે છે. આ તમામને રશિયામાં તાલીમ આપવામાં આવી છે. હાલમાં તમામં બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે.