ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકોઃ દિગ્ગજ કોંગી નેતા નારણ રાઠવા જોડાયા ભાજપમાં

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો છે.

છોટાઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ્માં કેસરિયો ધારણ કરશે. હાલ લોકસભા ચૂંટણીના પડધમ વાગવાની શરૃઆત થઈ ચૂકી છે, ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રિય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કરવાના છે.

કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે, તેવા અહેવાલો આવી રહ્યા છે. ભાજપનો ભરતી મેળામાં એક પછી એક વિપક્ષી નેતાઓ જોડાઈ રહ્યા છે, અને લોકસભાની ચૂંટણીના સમિકરણો પણ બદલાઈ રહ્યા છે.