ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની દસ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા મતદાન વચ્ચે સપા પ્રમુખ અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય મનોજ પાંડેએ સપાના ‘ચીફ વ્હીપ’ પદેથી રાજીનામું આપી દીધું છે.
પાંડેએ સપા પ્રમુખ અખિલેશ યાદવને લખેલા પત્રમાં કહ્યું, “તમે મને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યો છે. હું ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારો.
મનોજ પાંડે રાયબરેલીની ઉંચાહર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ સપા સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.