આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને સીટો પર સહમત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતની ભરૂચ બેઠક AAPને આપી શકે છે. AAP આ સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી ચૂકી છે.
સાતમી જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભરૂચમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યાર બાદથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સીટને લઈ ભારે કમઠાણ ચાલી રહ્યું છે અને અટકળોનું બજાર ગરમ છે.
મુમતાઝ પટેલનો દાવો
દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ કોંગ્રેસ તરફથી આ બેઠક પર દાવો કરી રહી છે. મુમતાઝ પટેલે AAPને સીટ આપવાની અટકળો પર નારાજગી વ્યક્ત કરી છે.
મુમતાઝે રમ્યો ઈમોશનલ કાર્ડ
બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટ પર એક ક્વોટ શેર કરતી વખતે મુમતાઝ પટેલે કહ્યું, “મારા પિતાએ મને શીખવ્યું છે કે જીતો કે હારશો, પરંતુ અંત સુધી લડો અને હારશો નહીં.”
અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ ભરૂચ બેઠક AAPને આપે છે તો કોંગ્રેસને ચંદીગઢ બેઠક મળી શકે છે.
ભરૂચ કોંગ્રેસેસ લખ્યો મલ્લિકાર્જુન ખડગેને પત્ર
ભરૂચ બેઠક પર 34 વર્ષથી ભાજપનો કબજો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ઈચ્છે છે કે મુમતાઝ પટેલ આ બેઠક પર તેમના પિતા અહેમદ પટેલના વારસાને આગળ ધપાવે. 20 ફેબ્રુઆરી જિલ્લા સમિતિએ આ અંગે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ લખ્યો હતો અને AAPના ઉમેદવારની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો.
ભરૂચ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, “જો આ બેઠક AAPને આપવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરો ગઠબંધન માટે કામ કરશે નહીં. ભરૂચ ગુજરાતમાં એકમાત્ર લોકસભા બેઠક છે જે મુસ્લિમ-આદિવાસી મતદારોના સમીકરણને કારણે કોંગ્રેસ માટે અનુકૂળ છે.