સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરાશે

સુરતની મોડલ તાન્યા સિંહના આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે. તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરશે. જેમાં તાન્યા સિંહ સુરતમાં ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટર અભિષેક શર્માને મળ્યો હતો.

બંનેની મુલાકાત રણજી ટ્રોફી મેચ દરમિયાન થઈ હતી.આ બંનેની મુલાકાત રણજી ટ્રોફી મેચ દરમિયાન થઈ હતી. બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાની ચર્ચા છે. અભિષેક શર્મા આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમે છે. તાનિયાએ આત્મહત્યા કરતા પહેલા ક્રિકેટર સાથે વાત કરી હતી જેમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથે પણ વાત કરી હતી. આત્મહત્યા સમયે તાનિયા સિંહે હેડફોન પહેરેલા હતા. આથી વેસુ પોલીસ અભિષેક શર્માની પૂછપરછ કરશે.

તાનિયાની કોલ ડિટેઈલમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.અભિષેક અને તાનિયાની પહેલી મુલાકાત સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં થઈ હતી. ઓલરાઉન્ડર અભિષેક હૈદરાબાદ સનરાઇઝર્સ તરફથી રમે છે. જેમાં વેસુ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં 29 વર્ષની મોડલ તાન્યાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. યુવતી પ્રેમ પ્રકરણમાં હોવાની પ્રાથમિક માન્યતા હતી. જે બાદ આ મામલે અનેક પ્રકારના ખુલાસા કરવામાં આવી રહ્યા છે. તાનિયાની કોલ ડિટેઈલમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. એવું બહાર આવ્યું છે કે મોડલે આઈપીએલ ખેલાડી અભિષેક શર્માને છેલ્લો કોલ કર્યો હતો. આથી વેસુ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યા છે.