ભાજપને ઝટકો, ચંદીગઢ મેયર પદ માટે સુપ્રીમ કોર્ટે AAP નાં ઉમેદવારને વિજેતા જાહેર કર્યો

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. ચૂંટણી અધિકારી અનિલ મસીહનાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને વિજેતા જાહેર કરવાના નિર્ણયને રદ કર્યો છે.

30 જાન્યુઆરી, 2024ના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપની તરફેણમાં 20 મત પડ્યા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે 8 મત રદ્દ કર્યા હતા. જેના આધારે ભાજપના મનોજ સોનકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે.