લોકસભાની ચૂંટણીમાં વધુ સમય બાકી નથી, પરંતુ વિપક્ષ ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ઈન્ડિયા) વચ્ચે સીટોની વહેંચણી પર હજુ સુધી કોઇ સહમતિ સધાઇ નથી. ગઠબંધન સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ (RLD) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા બાદ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં સીટોની વહેંચણીનું ગણિત ખોટુ પડ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે.
સૂત્રોનું માનીએ તો સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 15 બેઠકોની યાદી આપી છે અને કહ્યું છે કે આ અંતિમ યાદી હશે. જો કોંગ્રેસ આ 15 બેઠકો પર સહમત થાય તો ઉત્તર પ્રદેશમાં ઈન્ડિયા એલાયન્સનું ગઠબંધન થશે. જો કોંગ્રેસ આનાથી વધુ બેઠકોની માંગણી કરશે તો તે સપાને સ્વીકાર્ય નહીં હોય.
…તો અખિલેશ પોતાને રાહુલની મુલાકાતથી દૂરી રાખશે
સૂત્રોને ટાંકીને પ્રાપ્ત માહિતી અનુસાર, “કોંગ્રેસે આજે સપાને જવાબ આપવાનો છે. જો કોંગ્રેસ તેની સંમતિ આપે તો જ આવતીકાલે અખિલેશ યાદવ રાયબરેલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાશે. જો કોંગ્રેસ આજે સાંજે તેની સંમતિ આપે તો. ત્યાં સુધી સંમતિ નહીં આપે તો અખિલેશ રાહુલની યાત્રાથી પોતાને દૂર કરી શકે છે.ઉત્તર પ્રદેશમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શુક્રવારે ચંદૌલી જિલ્લામાંથી શરૂ થઈ હતી.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે તેઓ રાયબરેલીની આ યાત્રામાં જોડાશે. ઉત્તર પ્રદેશથી રાજસ્થાન તરફ જશે.
…તો પછી સીટની વહેંચણીને લઈને દ્વિધા શા માટે?
જો કે, અગાઉ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડાયા’માં સીટોની વહેંચણીને લઈને અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘સીટોની વહેંચણીને લઈને જે સ્તરે ચર્ચા થવી જોઈએ તે થઈ ગઈ છે અને તેમને માહિતી પણ આપવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું, “સીટની વહેંચણીને લઈને લગભગ સર્વસંમતિ સધાઈ ગઈ છે. જીત અને સીટોના હિસાબે સીટોની વહેંચણી કરવામાં આવશે. તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કરી ચૂક્યા છે, સીટની વહેંચણીને લઈને કોઈ દ્વિધા નથી.”