દૃુનિયાના અનેક દૃેશોના અર્થતંત્ર ડગમગી ગયા છે. વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દૃેશ જાપાન મંદૃીની લપેટમાં આવી ગયો છે. જોકે તેની સાથે સાથે બ્રિટનની હાલત પણ દૃયનીય થઈ ગઈ છે અને બંને દૃેશો ભારે મંદૃીના સકંજામાં ફસાઈ ગયા છે. આ સૌથી વચ્ચે જાપાનને પછાડી જમર્ની વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.
વિશ્ર્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા ટોપ-૧૦ દૃેશોની યાદૃીમાં ભારતનું સ્થાન હાલમાં ૫માં ક્રમે છે. જો ભારત ઝડપથી વિકાસ કરતો રહેશે તો ટૂંક સમયમાં જ તે દૃુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે જાપાનના અર્થતંત્રમાં મંદૃીના વાદૃળો છવાયા છે. તેના જીડીપીમાં પણ ઘટાડો થયો છે જેના લીધે તેના રેક્ધિંગ પર માઠી અસર જોવા મળી છે. ગત વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બરમાં જાપાનનો વાર્ષિક જીડીપી ૦.૪ ટકા સુધી ગગડી ગયો હતો. અમેરિકી ડૉલરની તુલનાએ તેની કરન્સી યેનની વેલ્યૂ પણ ઘટી હતી.
હાલમાં, જાપાનનો જીડીપી ૪.૨ ટ્રિલિયન ડૉલર છે, જેના લીધે જર્મની ૪.૫ ટ્રિલિયન ડૉલર સાથે વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દૃેશ બની ગયો છે. જર્મનીની જગ્યાએ જાપાન એક સ્થાન લપસી ગયું છે અને ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ અંગે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રેક્ધિંગમાં વધઘટનું મુખ્ય કારણ જાપાનની અર્થવ્યવસ્થાને બદૃલે ચલણ યેનમાં થયેલો ઘટાડો છે.
એક તરફ, વિશ્ર્વની ટોચની ત્રણ રેક્ધિંગમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહૃાા છે તો બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં ભારત પાસે હવે જર્મની અને જાપાનને પાછળ છોડીને વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તક છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ૨૦૨૮માં ચીન વિશ્ર્વની અર્થવ્યવસ્થા માં ટોચના સ્થાને હશે અને ભારત ત્રીજા સ્થાને હશે. આઈએમએફ ના ડેટા અનુસાર, ભારત ૨૦૨૬માં જાપાન અને ૨૦૨૭માં જર્મનીથી આગળ નીકળી શકે છે, પરંતુ બંને દૃેશોની સ્થિતિને જોતા એવું લાગે છે કે ભારત ટૂંક સમયમાં વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.