ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં 223 જેટલા મતદારો હતા. જે પૈકી 155 જેટલા મતદાર મુતવલ્લીઓએ મતદાન કર્યું હતું. ગુજરાતના ખૂણે-ખૂણે મુતવલ્લીઓ મતદાન કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી વક્ફ બોર્ડની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા.વક્ફ બોર્ડની ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું.
ભારે રસાકસીપૂર્ણ ચૂંટણીમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એડવોકેટ તૌફીક વોરાએ બાજી મારી હતી. તેમને 41 વોટ મળ્યા હતા. જ્યારે બીજા ક્રમે ગોધરાના પીર ભડીયાદનાં મુતવલ્લી ઈમરાનભાઈને 27 વોટ મળ્યા હતા. આમ 14 વોટમાં અંતરથી તૌફીક વોરાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
મુતવલ્લીની ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં હતા. હવે તૌફીક વોરા વક્ફ બોર્ડના સભ્ય બનશે. વિજેતા ઉમેદવારને ચારેતરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.અને વક્ફ બોર્ડ ખાતે તૌફીક વોરાના સમર્થકોએ જશ્નનો માહોલ સર્જી દીધો હતો. મતદાન કરવામાં મુતવલ્લીઓ દર્શાવ્યો અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો, જે નોંધપાત્ર બની રહ્યું છે.