તામીલનાડુ તથા પુડુચેરીમાં અતિ ભારે વરસાદઃ વિનાશકારી વાવાઝોડામાં 17 વ્યક્તિઓના મોત

ચક્રવાતી તોફાન મિચોંગના પગલે તમિલનાડુની રાજધાની ચેન્નાઈની સાથે સાથે અનેક જિલ્લાઓમાં તબાહીનો મંજર જોવા મળ્યો છે. ઓરપોર્ટથી લઈને સબવે સુધી બધે પાણી પાણી થઈ ગયું. ચક્રવાતના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ પડ્યો. ચેન્નાઈમાં વરસાદ સંલગ્ન ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મરણ થઈ ચૂક્યા છે. કરોડોની સંપત્તિનું નુક્સાન થયું છે.

ચક્રવાતી તોફાન મિચોંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે દેશના હવામાનમાં પણ પલટો લાવી દીધો છે. ક્યાંક મુશધાર વરસાદ છે તો ક્યાંક પવનની અસર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીમાં મિચોંગ વાવાઝોડાની અસર વધુ જોવા મળી રહી છે. જ્યાં ખૂબ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગનું માનવું છે કે, આવનારા દિવસોમાં કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું નથી. જેના કારણે દિલ્હી-એનસીઆરનું હવામાન સ્વચ્છ રહેશે, જો કે પવન વધશે. જેના કારણે પ્રદૂષણની અસર પણ ઓછી થશે. આ સાથે જ ધીરે ધીરે ડિસેમ્બરના દિવસ પસાર થશે તેમ તાપમાન ઘટશે. ક્લાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આગામી ર૪ કલાક સુધી ચાલુ રહી શકે છે અને ત્યારપછી ઓછો થશે. પૂર્વ તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં હળાવથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.

છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંતરિક ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ અને આંદમાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. આંતરિક તમિલનાડુ, કર્ણાટક, મરાઠાવાડા, કેરળ અને દક્ષિણ મધ્યમ મહારાષ્ટ્રમાં હળવો વરસાદ શક્ય છે. ર૪ કલાક પછી મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની ગતિવિધિઓ વધવાની શક્યતા છે. ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોની સાથે સાથે તમિલનાડુના ઉત્તરી તટ પર સમુદ્રની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહી શકે છે.