માઈક્રોસોફ્ટ આઉટલુક સર્વર ડાઉન, યુઝર્સને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો

માઈક્રોસોફ્ટ આઉટલુક સર્વર ડાઉન હોવાના અહેવાલ છે. જેના કારણે લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. માઈક્રોસોફ્ટ આઉટલુકનો ઉપયોગ લાખો કંપનીઓ દ્વારા કાર્યક્ષમ કામગીરીની ખાતરી કરવા માટે કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે વેબ પર આઉટલુક કામ કરતું નથી. ઇમેઇલ સાઇટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરતી વખતે, એક ભૂલ સંદેશ દેખાઈ રહ્યો છે કે આ સેવા હાલમાં ઉપલબ્ધ નથી.