કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં માતાનું ઇટાલીમાં નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા મૈનોનું નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. પાઔલા મૈનોનું શનિવારે અવસાન થયું, જ્યારે રવિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પાર્ટીના નેતા જયરામ રમેશે પણ સોનિયા ગાંધીના માતાના નિધનને લઈને એક ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીના માતા પૂલા મૈનોનું ઇટાલીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા મૈનોનું નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. પાઔલા મૈનોનું શનિવારે અવસાન થયું, જ્યારે રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પાર્ટીના નેતા જયરામ રમેશે પણ સોનિયા ગાંધીના માતાના નિધનને લઈને એક ટ્વિટ કર્યું હતું.

તેમણે લખ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીના માતા પાઔલા મૈનોનું ઇટાલીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે.વડાપ્રધાન મોદીએ પણ પાઔલા મૈનોને ટ્વિટ કરી શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

જણાવી દઈએ કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા દિવસોથી વિદેશ પ્રવાસ દરમિયાન ઈટાલીમાં છે.