જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત હજી પણ નાજુક છે. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેઓ પ૮ વર્ષના છે. દિલ્હીની એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) ના આઈસીયુ (ઈન્ટેસિવ કેર યુનિટ) માં સારવાર ચાલી રહી છે. રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે કહ્યું હતું, ’10 ઓગસ્ટની સાંજે ડોક્ટર્સે એન્જિયાપ્લાસ્ટી કરી હતી, જો કે બ્રેન હજી પણ રિસ્પોન્સ કરતું નથી. 23 કલાકથી વધુ સમય થઈ ગયો અને તેઓ બેભાન છે. પલ્સ પણ 60-65 ની વચ્ચે છે.’આગામી 24 ક્લાક ખૂબ જ મહત્વનાં છે.

અહેવાલો મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એઈમ્સના ડિરેક્ટર સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત તેમણે રાજુની પત્ની શિખા શ્રીવાસ્તવ સાથે ફોન પર વાત કરીને તબિયત અંગે પૂછ્યું હતું. ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ શિખા સાથે ફોન પર વાત કરીને તબિયત અંગે પૂછ્યું હતું. આ ઉપરાંત તેમણે શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, જરૃર પડી તો દેશના અન્ય એક્સપર્ટ ડોક્ટર્સને ત્યાં મોકલવામાં આવશે.