દેશની બેંકોએ પાંચ વર્ષમાં 10 લાખ કરોડની બેડલોન કરી માંડવાળ, મેહુલ ચોક્સી 7110 કરોડનો દેવાદાર

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ખુદ મોદી સરકારના મંત્રીએ જ સ્વીકાર્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં બેંકોની રૃપિયા ૧૦ લાખ કરોડની બેડ લોન માંડવાળ કરાઈ છે. મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ પાસે બેંકોના ૭૧૧૦ કરોડના લેણા હોવાની માહિતી પણ પ્રશ્નના જવાબમાં અપાઈ હતી.

દેશની કોમર્શિયલ બેંકોએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આશરે રૃપિયા ૧૦ લાખ કરોડની લોન (શંકાસ્પદ એકાઉન્ટ-એનપીએ) માંડવાળ કરી છે, એમ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન ભાગવત કે. કરાડે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં બેંકો દ્વારા માંડી વાળવામાં આવેલી રકમ (એનપીએ) ર૦ર૦-ર૧ ના રૃા. ર,૦ર,૭૮૧ કરોડની તુલનાએ રૃા. ૧,પ૭,૦૯૬ કરોડ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૯-ર૦ માં બેંકો દ્વારા માંડી વાળવામાં આવેલી રકમ (એનપીએ) વર્ષ ર૦૧૮-૧૯ માં રૃા. ર,૩૬,ર૬પ કરોડની રકમ (એનપીએ) રાઈટઓફ કરવામાં આવી હતી.

આમ છેલ્લા પાંચ વર્ષમાં કોમર્શિયલ બેંકો દ્વારા ૯,૯૧૬૪૦ કરોડની બેડ લોન માંડવાળ (શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર) કરવામાં આવી હતી. શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક (એસસીબી) અને બધી ભારતીય નાણાકીય સંસ્થાઓ રિઝર્વ બેંક સેન્ટ્રલ રિપોઝિટરી ઈન્ફોર્મેશન ઓન લાર્થ ક્રેડિટ ડેટાબેઝ હેઠળ રૃપિયા પાંચ કરોડ અને એનાથી વધુની લોન લેનારા લોનધારકો વિશે માહિતી આપી છે. દેશમાં જાણીબુજીને ફિફોલ્ટ થનારા લોનધારકોની સંખ્યા વર્ષ ર૦ર૦-ર૧ માં સૌથી વધુ હતી.

એ વર્ષમાં ર૮૪૦ લોકોએ લોન ચૂકવવામાં ડિફોલ્ટ થયા હતાં. એ પછીના વર્ષ એ સંખ્યા ર૭૦૦ ની હતી. માર્ચ, ર૦૧૯ માં એવા ડિફોલ્ટરોની સંખ્યા રર૦૭ હતાં, જે વર્ષ ર૦૧૯-ર૦ માં વધીને ર૪૬૯ થઈ હતી. દેશમાંથી ફરાર થયેલા વેપારી મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ પાસે બેંકોના ૭૧૧૦ કરોડના લેણા છે, તેમ ખુદ મોદી સરકારના મંત્રીએ સંસદમાં જણાવ્યું છે.