તાજમહેલના 22 બંધ રૂમનું રહસ્ય ખુલ્યું, ASIએ ફોટો જાહેર કરતાં જણાવી સનસનાટીપૂર્ણ બાબતો

તાજમહેલના ભોંયરામાં પડેલા 22 રૂમમાં શું છે તે જાણવા મળ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ રૂમોની તસવીરો બહાર પાડવામાં આવી છે. આ રૂમોનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.
છ લાખનો ખર્ચ થયો હતો઼.

આગ્રા ASI ચીફ આર.કે. પટેલના જણાવ્યા અનુસાર, ASIની વેબસાઈટ પર જાન્યુઆરી 2022ના ન્યૂઝલેટરના રૂપમાં ફોટા પણ ઉપલબ્ધ છે, કોઈ પણ વ્યક્તિ તેમની વેબસાઈટ પર જઈને આ ફોટોગ્રાફ્સ જોઈ શકે છે. કહેવામાં આવ્યું છે કે આ બંધ રૂમોમાં નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતું. આ કામમાં લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પર્યટન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચિત્રો ફક્ત આ રૂમમાં શું છે તે વિશે ખોટી બાબતોને ફેલાતા અટકાવવા માટે જાહેર કરવામાં આવી છે.

પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે દેશમાં આ રૂમની સામગ્રી વિશે ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે આ ચિત્રો જાહેર ડોમેનમાં જાહેર કરવામાં આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ રૂમો ખોલવા માટે ડો રજનીશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી હતી. આ બંધ રૂમોમાં પ્લાસ્ટર અને લાઈમ પેનિંગ સહિત વ્યાપક પુનઃસંગ્રહ કાર્ય દર્શાવવામાં આવ્યું હતું.

દરમિયાન, દિવસની આકરી ગરમી હોવા છતાં, શનિવારે 20 હજારથી વધુ પ્રવાસીઓએ તાજમહેલની મુલાકાત લીધી હતી. 13,814 પ્રવાસીઓએ તેમની ટિકિટ ઓનલાઈન ખરીદી હતી, જ્યારે 7154 પ્રવાસીઓએ ઓફલાઈન ટિકિટ ખરીદી હતી.

દિયા કુમારીએ દાવો કર્યો છે

બીજી તરફ આ અરજીને સમર્થન આપતા રાજસ્થાનના બીજેપી સાંસદ દિયા કુમારીએ કહ્યું હતું કે તાજમહેલની જમીન તેમના રાજવી પરિવારની છે અને શાહી પરિવારના કેટલાક ભાગો હજુ પણ ભોંયરામાં આવેલા રૂમમાં છે.