પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, યુક્રેન સંકટને ઉકેલવા માટે મૂકી આ ત્રણ શરતો

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમના ફ્રેન્ચ સમકક્ષ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટપણે કહ્યું છે કે યુક્રેન સાથેની સમજૂતી ત્યારે જ શક્ય છે જો રશિયાના કાયદેસર સુરક્ષા હિતોને બિનશરતી ગણવામાં આવે. સોમવારે સાંજે પુતિન અને મેક્રોન વચ્ચે 1.30 કલાક સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન રશિયાએ યુક્રેનને બચાવવાના બદલામાં પોતાની ત્રણ શરતો મૂકી છે.

રશિયાની શરતોમાં ક્રિમીઆ પર રશિયન સાર્વભૌમત્વની માન્યતા, યુક્રેનનું ડિમિલિટરાઇઝેશન અને યુક્રેનની તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. પ્રતિબંધો લાદ્યા પછી પુતિને પશ્ચિમને ‘જૂઠાણાંનું સામ્રાજ્ય’ ગણાવ્યું હતું.