વાપી નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવોઃ 44 માંથી 37 બેઠકો પર વિજય

વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપને ૪૪ માંથી ૩૯ બેઠકો મળી રહી છે. લગભગ ગત્ ચૂંટણી જેવું જ પરિણામ આવ્યું છે. ગત્ ચૂંટણીમાં ભાજપને ૪૧ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી હતી. ટ્રેન્ડ જોતા ભાજપનો ઝળહળતો વિજય નિશ્ચિત છે. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે. જેમાં ૪૪ માંથી ૩૭ સીટ પર ભાજપે લીડ મેળવી છે. અને કોંગ્રેસ ૭ સીટથી આગળ છે.

ભાજપના કાર્યકરો અને પાર્ટીમાં ખુશીનો માહોલ જામ્યો છે તથા વોર્ડ નં. ૧ મા ભાજપના હરિફ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે.  સીટો પર ભાજપે લીડ મેળવી છે. તેથી ભાજપના કાર્યકરો અને પાર્ટીમાં ખુશીનો માહોલ જામ્યો છે તથા વોર્ડ નં. ૧ મા ભાજપના હરિફ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુલપડની બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે તથા રવિવારે ૪૩ બેઠક પર પ૧.૮૭% મતદાન થયું હતું. ૧, ર, ૩, ૪, ૭, ૮, ૯ અને ૧૦ મા ભાજપનો વિજય થતાં કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા છે. તેમજ એવું કહેવાય છે કે, બધા જ વોર્ડમાં ભાજપની પેનલ જીતી ગઈ છે. ગત્ ચૂંટણી પ્રમાણે જ આ ચૂંટણીના પરિણામ આવ્યા છે.

વાપી નગરપાલિકામાં આ વખતે પણ આપનું ખાતું ખુલ્યું નથી. ગત્ ચૂંટણી વખતે પણ કંઈક આવું જ પરિણામ હતું. જેમાં ભાજપને ૪૧ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી હતી. ઉલ્લેખનિય છે કે, ર૦રર માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી વાપી નગરપાલીકાની જીત વાપી ભાજપ માટે ઘણી મહત્ત્વની માનવામાં આવી રહી છે. કારણ કે નગરપાલિકાની ચૂંટણીની અસર વિધાનસભા ચૂંટણી પર પણ પડશે.