નજર હટી, દુર્ઘટના ઘટી: ભારતમાં ઓવર સ્પીડના કારણે 75 હજારથી વધુના મોત

ભારતમાં તેજ સ્પીડના કારણે ગત્ વર્ષે રોડ અકસ્માતમાં ૭પ,૩૩૩ લોકોના મોત થયા છે, જ્યારે ર લાખ ૯ હજાર ૭૩૬ લોકો ઘાયલ થયા છે. સરકારના તાજા આંકડા અનુસાર ૩,પ૪,૭૯૬ માંથી ર,૧પ,૧પ૯ રોડ દૂર્ઘટના વાહનોની ઓવર સ્પીડ હોવાના કારણે થઈ છે. જે રોડ અકસ્માતના ૬૦% છે.

એનસીઆરબીના વાર્ષિક રિપોર્ટ મુજબ ર૦૧૯ ની અપેક્ષા ર૦ર૦ માં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ૦.પર ટકા ઘટીને ૦.૪પ (પ્રતિ હજાર વાહન) થઈ છે. ત્યારે રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. ર૦૧૯ માં ૪,૬૭,૧૭૧ રોડ અકસ્માત થયા જ્યારે ર૦ર૦ માં આ ઘટીને ૩,૬૮,૮ર૮ થઈ ગઈ. ર૦ર૦ માં રોડ અકસ્માતોમાં ૧,૪૬,૩પ૪ લોકોના મોત થઈ ગયા અને ૩,૩૬,ર૪૮ લોકો ઘાયલ થયા.

પહેલીવાર યુપીમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં ર૦ર૦ માં ૩૦,પ૯૦ રોડ અકસ્માત થયા જ્યારે ર૦૧૯ માં આ સંખ્યા ૪ર,૩૬૮ હતી. રોડ અકસ્માતોમાં ઘટાડાના મામલામાં પહેલા નંબર પર તમિલનાડુ છે. અહીં ર૦૧૯ માં પ૯,૪૯૯ ઘટના થઈ અને ર૦ર૦ માં ઘટી ૪૬,૪૪૩ થઈ. બીજા નંબર પર કેરળ છે. અહીં ૪૦,૩પ૪ થી ઘટી સંખ્યા ર૭,૯૯૮ પર પહોંચી ગઈ.

એનસીઆરબીના રિપોર્ટ મુજબ ર૦ર૦ માં સૌથી વધારે દૂર્ઘટના વાહનના ઓવર સ્પીડના કારણે થઈ છે. આ ઉપરાંત બેદરકારી અથવા ઓવર ટેકના કારણે ૮૬,ર૪૮ રોડ અકસ્માત થયા છે. જેમાં ૩પ,ર૧૯ લોકોના મોત થયા અને ૭૭,૦૬૭ લોકો ઘાયલ થયા છે.

ર૦ર૦ માં કુલ રોડ અકસ્માતમાં સૌથી વધારે મોત પ૮,૧ર૦ (૪૭ ટકા) ટુ વ્હીલરના થયા છે, ત્યારે કાર એક્સિડેન્ટમાં ૧૭,પ૩૮ લોકો (૧૩ ટકા) અને ટ્રક અકસ્માતમાં ૧૬,૯૯૩ લોકો (૧ર.૮ ટકા) માર્યા ગયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ટુ વ્હીલરથી પ૮૭૭ (૧૦ ટકા) તો યુપીમાં પ૭૩પ (૯ ટકા) લોકો માર્યા ગયા છે. કાર દૂર્ઘટનાઓમાં યુપી સૌથી આગળ છે. અહીં કુલ કાર ઘટનાઓ ૧૭,પ૩૮ માંથી ૩૧૯૦ (૧૮ ટકા) લોકોના મોત થયા છે.

રિપોર્ટના ચોંકાવનારો ખુલાસો એ છે કે દર વર્ષે ઘાયલોની સંખ્યા વધારે હોય છે અને મરનારની ઓછી પણ પહેલી વખત એવું થયું છે કે ૩ રાજ્યોમાં રોડ દૂર્ઘટનામાં મૃતકોની સંખ્યા ઘાયલોથી વધારે છે. મિઝોરમમાં ૪૭ એક્સિડેન્ટમાં પ૩ લોકોના મોત થયા અને ૪પ ઘાયલ થયા છે. પંજાબમાં પ૧૭૩ દૂર્ઘટનાઓમાં ૩૯૧૬ લોકોના મોત થયા અને ર૮૮૧ ઘાયલ થયા છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં ર૮,૬પ૩ ઘટનામાં ૧૯,૦૩૭ લોકોના મોત થયા જ્યારે ૧પ,૯૮ર લોકો ઘાયલ થયા છે.