ભારતનું દેવું વધીને થયું ડબલ! 2.5 લાખ કરોડનું દેવુંઃ દરેક ભારતીય દીઠ 30,776નો બોજ

ભારત પર રૃપિયા ૪ર.પ લાખ કરોડનું વિદેશી દેવું છે. તેથી દરેક ભારતીય દીઠ ૩૦,૭૭૬ રૃપિયાનો બોજ છે, તેમ ગણાય. વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ર૦૧૦  માં ભારતનું વિદેશી દેવું ર૧.૯ લાખ કરોડ હતું જે માત્ર ૧૦ વર્ષમાં વધીને ૪ર.પ લાખ કરોડ થયું છે.

વિશ્વબેંકના તાજેતરના અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં ગરીબ દેશો પરના દેવામાં ૧૩ ટકાનો વધારો થયો છે. ભારત પર ૪ર.પ લાખ કરોડ રૃપિયાનું વિદેશી દેવું છે જે દરેક ભારતીય દીઠ ૩૦,૭૭૬ રૃપિયા થાય છે. ર૦૧૦ માં ભારતનું વિદેશી દેવું ર૧.૯ લાખ કરોડ રૃપિયા હતું જે માત્ર ૧૦ વર્ષમાં વધીને ૪ર.પ લાખ કરોડ થયું છે. જેમાંથી ૮૪,રપ૪ કરોડ રૃપિયાનું તો વ્યાજ જ થાય છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગરીબી ઓછી કરવા અને આર્થિક સુધારા લાગુ પાડવા માટે દેવું નિયંત્રણમાં રહે તે જરૃરી છે. કોરોના મહામારીના કારણે આરોગ્ય અને અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થવાથી સંકટમાંથી બહાર લાવવા માટે વિવિધ મદદ અને પ્રોત્સાહન પેકેજ આપવામાં આવ્યા હતાં. આ ઉપાયોનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રની પરિસ્થિતિ સુધારવાનો, ગરીબ વર્ગના લોકોને મદદ કરવાનો, મહામારીમાંથી બહાર લાવવાનો અને પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી ગતિ પ્રદાન કરવાનો હતો.

જો કે, આનાથી એક વિપરીત પરિણામ એ પણ આવ્યું કે આર્થિક પછાત અને ગરીબ દેશો પહેલાની સરખામણીમાં વધારે દેવામાં આવ્યા છે. મહામારી પહેલા પણ જેમની સ્થિતિ સારી ન હતી એમની પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ છે. આમ તો કોરોના મહામારીની અર્થ વ્યવસ્થા પર વિપરીત અસર દરેક દેશ પર થઈ છે, પરંતુ કેટલાક દેશોનો જીડીપી અને નિકાસ ડાઉન થઈ છે. ભારતનું દેવું એક દાયકામાં ડબલ થયું છે, તે દરમિયાન મહત્તમ વર્ષ ર૦૧૪ થી એન.ડી.એ.નું શાસન છે.