ગૂગલ સર્ચમાં આ વર્ષનો સૌથી મોટો કરાયો બદલાવ, જાણો શું થયું…

આપણે બધા જાણીએ છીએ કે ગૂગલ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. કંપની આ સર્ચ ઇન્ટરફેસમાં નાના-મોટા ફેરફારો કરતી રહે છે. કેટલાક ફેરફારો આપણને દેખાય છે, જ્યારે કેટલાક ફેરફારો વિશે કોઈને ખબર નથી હોતી. તેવી જ રીતે, ગુગલે બીજો મોટો ફેરફાર કર્યો છે. તમે આ તાજેતરના ફેરફારને ગૂગલ સર્ચમાં આ વર્ષનો સૌથી મોટો ફેરફાર કહી શકો છો.

ગૂગલ સર્ચમાં ૧ ૨ ૩ ૪ ૫પ આ રીતે આગળના પેજના ઘણા બધા વિકલ્પો નીચે દેખાય છે. પરંતુ હવે ગુગલે મોબાઇલ માટે એન્ડલેસ સ્ક્રોલ લેઆઉટ રજૂ કર્યું છે. તેનો અર્થ એ છે કે જો તમે મોબાઇલમાં ગૂગલ સર્ચ કરી રહ્યા છો, તો પછી આગળના પેજનો વિકલ્પ નીચે આવશે નહીં અને તમે અવિરત સ્ક્રોલ કરી શકો છો. તમે સતત સ્ક્રોલ કરીને તમારી સર્ચ ક્વેરીને લગતા પરિણામો જોઈ શકો છો અને ગૂગલનું પેજ ક્યારેય ખતમ નહીં થાય.

ગૂગલ જ્યારથી લોકોના જીવનમાં આવ્યુ છે લોકોનું જીવન સરળ બની ગયુ છે. કોઇ પણ વિષયને લગતી માહિતી હોય, દુનિયાની કોઇ પણ ભાષામાં માહિતી જોઇતી હોય એક ક્લિક પર ગૂગલ આપણી સામે લાવી આપે છે. જો તમે પણ દરેક નાની વસ્તુને ગૂગલ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. હવે તમારા મોબાઇલ પર ગૂગલ સર્ચનો અનુભવ બદલાવા જઇ રહ્યો છે. વાસ્તવમાં ગુગલે તાજેતરમાં મોટો ફેરફાર કર્યો છે. ચાલો જાણીએ ગૂગલના આ નવા ફેરફાર વિશે.

સામાન્ય રીતે આપણે ગૂગલ પર આપણા દરેક નાના મોટા સવાલોના જવાબ શોધીએ છીએ, જો એક પેજ પર કોઈ જવાબ ન મળે તો આપણે આગલા પેજ પર જઈએ અને જ્યાં સુધી આપણો જવાબ ન મળે ત્યાં સુધી આપણી શોધ ચાલુ રહે છે અને આપણે આગલા પેજ પર જઇએ છીએ. પરંતુ હવે ગૂગલ સર્ચ રિઝલ્ટ પેજમાંં દ્ગીટં ઁટ્ઠખ્તી નું વિકલ્પ દેખાશે નહીં.