મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે.
ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે
CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી નવી દિલ્હીમાં મળવાના છે.
મુખ્યમંત્રી નવી દિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે