બેસ્ટ ફ્રેન્ડના પિતા સાથે હતું યુવતીનું અફેર, દીકરીએ પિતાની કરતૂતનો ભાંડો ફોડ્યો

બ્રિટનમાં એક એવી ઘટના સામે આવી જેમાં યુવતીએ જ તેના પિતાની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. યુવતીએ જણાવ્યું છે કે કેવી રીતે તેના પિતાનું અફેર તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે હતું અને તે અંગે તેને ખબર પણ ન પડી. અંતે આ અંગે યુવતીને મોડે મોડેથી ખબર પડી.

આ યુવતીનું નામ ડાયના છે. ડાયનાનો પરિવાર એક રેસ્ટોરા ચલાવે છે. આ રેસ્ટોરાના માલિક ડાયનાના માતા-પિતા છે. અહીં ડાયનાની બેસ્ટ ફ્રેન્ડ પણ કામ કરતી હતી. એક સાથે કામ કરતા કરતા ડાયનાના પિતા અને તેની ફ્રેન્ડ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. ડાયનાએ જાતે સોશિયલ મીડિયા પર આ અંગે ખુલાસો કર્યો છે.

ડાયનાની માતાને શંકા હતી કે તેના પતિનું અફેર અન્ય મહિલા સાથે છે. જોકે, તેને સપનામાં પણ ખયાલ નહોતો કે તેની દીકરી ડાયનાની ફ્રેન્ડ સાથે જ તેના પતિનું અફેર છે. આ અંગે જાણ થયા બાદ ડાયનાની માતાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ડાયનાએ વધુ એક ચોંકાવનારી વાત કરતા કહ્યું હતું કે તેની ફ્રેન્ડે ડાયનાના પતિ પર પણ નજર નાખવાની કોશિશ કરી હતી, પણ તેમાં તે સફળ થઇ નહીં.