વીડિયો: સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, રસ્તા પર ઉભેલી કારો પાણીમાં તણાઈ, કારમાં બેઠેલા લોકોને બચાવાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે. રસ્તાઓ પર ઘોડપૂર આવ્યા છે અને અત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સમાચાર મૂજબ પાછલા ચોવીસ કલાકમાં 10-12 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સમગ્ર રાજકોટ જળબંબાકાર થઈ ગયું છે. રસ્તા પર પાણી જ પાણી દેખાય છે. કારમાં બેઠેલા લોકોને સ્થાનિક વિસ્તારનો લોકો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારનો દરવાજો ખૂલતો નથી પણ લોકો હિંમત કરીને હ્યુમન સાયકલ બનાવી કારમાં બેઠેલા લોકોને બચાવી રહ્યા છે.

જૂઓ વીડિયો….

જ્યારે જોઈ શકાય છે કે કેટલીક મોંઘીદાટ કારો પાણીમાં તણાઈ રહી છે. પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે અને યેન કેન રીતે લોકો પોતાની જાન બચાવી રહ્યા છે.

માહિતી મુજબ રાજકોટ અન્ય જિલ્લાઓમાં બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ કામે લાગી ગઈ છે. લોકોને એરલિફ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.