નીતિન પટેલની સિક્યોરીટીમાં વધારો, સ્કાયલબ કે પછી ધારાસભ્યમાંથી બનશે મુખ્યમંત્રી?

મુખ્યમંત્રી પદેથી વિજય રુપાણીના રાજીમાના બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. ઓછામાં ઓછા અડધા ડઝન નામોની ચર્ચા થઈ રહી છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સિક્યોરીટીમાં વધારો કરવામાં આવ્યો છે.

જે નામો ચર્ચામાં છે તેમાં નીતિન પટેલ, મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રુપાલા, પ્રફુલ પટેલ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા સહિતના નામોની ચર્ચા ચાલી રહી છે. મહત્વના ફિડબેકમાં સૂત્રો અમિત શાહનાં ઓપ્શનને પણ ખૂલ્લો રાખી રહ્યા છે તો સાથો સાથ સ્મૃતિ ઈરાનીનું નામ પણ ચર્ચામાં છે.

ગઈકાલે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતે મુખ્યમંત્રી પદની રેસમાં ન હોવાનું જણાવ્યું છે. આ વખતે ભાજપની લાઈન ઓફ એક્શન ધારાસભ્યમાંથી જ મુખ્યમંત્રી બનાવવાની હોય એનું સૂત્રોની વાત પરથી લાગી રહ્યું છે અને પલડું કોના તરફ નમે છે તે જોવાનું રહે છે. ભાજપના સૂત્રો સ્કાયલેબની શક્યતાને નકારી રહ્યા છે.