એક જ ડોઝ પર્યાપ્ત થશે: સિંગલ ડોઝ કોરોના વેક્સીન બે સપ્તાહ બાદ બનશે ઉપલબ્ધ

આવતા અઠવાડિયામાં રસીની પહેલી બેસ કસૌલી સ્થિત કેન્દ્રિય પ્રયોગશાળાએ પહોંચી જશે. આ બેચને કસૌલી અને પૂણે સ્થિત બન્ને અલગ અલગ પ્રયોગશાળામાં તપાસવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. જે પછી આ રસીકરણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

જોન્સન એન્ડ જોન્સન ફાર્મા કંપનીની એક ડોઝવાળી આ રસીની તૈયારી કરી છે. હાલમાં જ ભારત સરકાર કંપનીએ ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. હાલમાં કંપનીને રસીની આયાત કરવાની પરવાનગી મળી છે, પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઈની સાથે થયેલા કરાર અંતર્ગત આગામી દિવસોમાં આનું ઘરેલુ ઉત્પાદન પણ શરૃ થઈ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જોન્સન એન્ડ જોન્સનને ઘરેલુ ઉત્પાદન માટે ફરીથી પરવાનગી લેવી પડશે. આ રસીનો એક ડોઝ પૂરતો છે અને આની પહેલી બેચ આવતા એક અઠવાડિયાની અંદર પણ ભારત આવી શકે છે. જણાવ્યું કે હાલમાં જ રસીના ટેસ્ટ માટે પૂણે સ્થિત લેબને માન્યતા આપવામાં આવી છે. દેશમાં ત્રણ લેબમાં આ સુવિધા છે.

બીજી તરફ નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલે કહ્યું કે, સ્કૂલો ખોલવા માટે બાળકોનું રસીકરણ થવું જરૃરી નથી. દુનિયાના કોઈપણ દેશમાં આવું નથી થયું. સ્કુલો ખોલવાને લઈને બાળકો માટે કોઈ શરત નહીં હોય. બાળકોની જગ્યાએ સ્કૂલ સ્ટાફનું રસીકરણ થવું જરૃરી છે.