જૂઓ વીડિયો: રસ્તા પર ભરાયેલા પાણીમાં ગાડીઓ વચ્ચે વિશાળ પ્રતિમા તરતી રહી

સોશિયલ મીડિયા રમુજી અને આશ્ચર્યજનક વીડિયોથી ભરેલું છે. નવા અને રમુજી વીડિયો દરરોજ વાયરલ થતા રહે છે. ક્યારેક આવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વિશાળ પ્રતિમા રસ્તા પર જાતે જ ચાલતી જોવા મળે છે. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ ચોંકી જાય છે. લોકોને ખાતરી પણ નથી કે આ ખરેખર થઇ શકે છે કે નહીં.

વાયરલ થઈ રહેલો આ વીડિયો આઈપીએસ અધિકારી સુસંતા નંદાએ શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ફ્લોટિંગ સ્ટેચ્યુ. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઘણું પાણી છે અને તે ઝડપથી વહે છે. રસ્તા પર સંખ્યાબંધ ગાડીઓ અવરજવર કરી રહી છે. પરંતુ આ ગાડીઓની વચ્ચે તમે જોઈ શકો છો કે એક વિશાળ પ્રતિમા પાણીમાં તરતી જોવા મળે છે. વાહનોની જેમ આ મૂર્તિ પણ ખૂબ જ તીવ્ર ઝડપે આગળ વધી રહી છે.

આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્ય પામી રહ્યા છે. કે કેવી રીતે મૂર્તિ આ રીતે ઉભીને ઉભી જ તરી રહી છે અથવા કેવી રીતે મૂર્તિ આ રીતે ઉભી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર પોતાની ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું કે આ તો એક ચમત્કાર છે.