શું લાલ ભીંડી વિશે જાણો છો? લીલી ભીંડી કરતાં વધુ પૌષ્ટિક છે લાલ ભીંડી, ગુજરાતમાં પણ થાય છે ખેતી

ભીંડી ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો જોવામાં આવે તો આ શાકભાજી અઠવાડિયામાં બે વાર આપણા ઘરમાં તૈયાર થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ભીંડી લીલા રંગની હોય છે, પરંતુ આજે તમને લાલ રંગની ભીંડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ભીંડી લીલા ભીંડીથી રંગમાં અલગ છે, પરંતુ તે ખૂબ જ પૌષ્ટિક છે. ખેડૂતો તેમના ખેતરોમાં તેને ઉગાડીને ઘણો નફો મેળવી રહ્યા છે.

મધ્યપ્રદેશના મિસ્રીલાલ રાજપૂતે લાલ ભીંડી ઉગાડી છે. તેમનું કહેવું છે કે લાલ ભીંડીની માંગ ઘણી વધારે છે. મોલમાં આ ભીંડી 300-400 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.

આ લાલ ભીંડી (રેડ લેડીફિંગર)નું નામ કાશી લલિમા છે. આ ભીંડી લીલા ભીંડા કરતા ઘણી વધુ પૌષ્ટિક છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે આ લેડીફિંગરની શોધ બે વર્ષ પહેલા ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા (IIVR) દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી છે. તેને વિકસાવવામાં કૃષિ વૈજ્ઞાનિકોને 8-10 વર્ષ લાગ્યા હતા.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, લાલ ભીંડી લીલી ભીંડી કરતાં વધુ પૌષ્ટિક છે. તે એન્ટી-ઓકિસડન્ટ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. સ્વાદમાં ઉત્તમ હોવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજે ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ સહિતના ઘણા રાજ્યોના ખેડૂતો લાલ ભીંડીની ખેતી કરી રહ્યા છે.