ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદ્દત લંબાવાઈ, આ છે નવી તારીખ

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે.  CBDT એ વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન અને વિવિધ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની નિયત તારીખો વધારીને 31 ડિસેમ્બર કરી છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારો દ્વારા નોંધાયેલી મુશ્કેલીઓ અને આવકવેરા અધિનિયમ, 1961 (“ધ એક્ટ”) હેઠળ આકારણી વર્ષ 2021-22 માટે ઓડિટના વિવિધ અહેવાલોને ધ્યાનમાં લેતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન અને વિવિધ ઓડિટ રિપોર્ટ ભરવાની નિયત તારીખોને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2021 ની સામાન્ય સમયમર્યાદાથી પહેલાથી 30 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી હતી. શરૂઆતથી અવરોધો અને અન્ય સમસ્યાઓને ધ્યાને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસ (નવી આવકવેરા ટેક્સપોર્ટલ બનાવનારી કંપની) ને તમામ સમસ્યાઓને ઉકેલવા માટે 15,2021 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.