શિક્ષક પર્વ સંમેલનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન, “નવું ભારત નવા સંકલ્પ લઈ રહ્યું છે”

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ પર્વ સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, સમાજમાં શિક્ષકોનું યોગદાન અતુલ્ય છે. તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા શિક્ષકોને શુભેચ્છા આપી હતી.

વડાપ્રધાને કહ્યું હતું કે, આપણા શિક્ષક પોતાના કામને માત્ર કામ જ નથી માનતા. તેમના માટે ભણાવવું એ એક માનવીય સંવેદના છે. એક પવિત્ર નૈતિક કર્તવ્ય છે. આ માટે અહીં શિક્ષક અને બાળકો વચ્ચે પ્રોફેશનલ સંબંધ નથી હોતો, પરંતુ એક પારિવારિક સંબંધ હોય છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ઝડપથી બદલાતા આ સમયમાં આપણા શિક્ષકોને પણ નવી વ્યવસ્થાઓ અને ટેક્નિકો અંગે તેજીથી શિખવું પડશે. નિષ્ઠા ટ્રેનિંગ પ્રોગ્રામ્સના માધ્યમથી દેશ પોતાના ટીચર્ચને આ જ ફેરફારો માટે તૈયાર કરી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, નિપુણ ભારત અભિયાનમાં 3 વર્ષથી 8 વર્ષ સુધી બાળકો માટે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી મિશન (foundational literacy and numeracy mission) લોન્ચ કર્યું છે. ત્રણ વર્ષની ઉંમરથી જ તમામ બાળકો અનિવાર્યતા પ્રિ સ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં જરૂરી પગલાં ઉઠાવવામાં આવશે. શિક્ષણ પર્વ સંમેલનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, તમે બધા આ વાતથી પરિચિત છો કે, કોઈ પણ દેશની પ્રગતિ માટે એજ્યુકેશન માત્ર ઈન્ક્લુઝિવ જ ન હોવી જોઈએ, પરંતુ ઈક્વેટિબલ પણ હોવી જોઈએ. આ માટે દેશ ટોકિંગ બુક્સ અને ઓડિયો બુક્સ જેવી ટેક્નિકને શિક્ષણનો ભાગ બનાવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, હાલમાં જ યોજાયેલી ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં આપણા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મેં આપણા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો કે, આઝાદી મહોત્સવના પ્રસંગ પર દરેક ખેલાડી ઓછામાં ઓછી 75 સ્કૂલમાં જાય. વડાપ્રધાને કહ્યું હતું કે, જ્યારે સમાજ મળીને કંઈક કરે છે. તો ઈચ્છિત પરિણામ જરૂર મળે છે અને તમે તે જોયું કે, છેલ્લા કેટલાક વર્ષમાં જનભાગીદારી હવે ફરી ભારતનું નેશનલ કેરેક્ટર બની રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, દેશે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની સાથે સૌનો પ્રયાસનો જે સંકલ્પ લીધો છે. વિદ્યાંજલિ 2.0 તેમના માટે એક જીવંત પ્લેટફોર્મની જેમ છે. શિક્ષક પર્વને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, એક તરફ આજે દેશની પાસે પરિવર્તનનું વાતાવરણ છે. તો સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ જેવી આધુનિક અને ભવિષ્યની નીતિ પણ છે. આ માટે છેલ્લા કેટલાક સમયથી દેશ સતત એજ્યુકેશન સેક્ટરમાં એક પછી એક નવા નિર્ણય લઈ રહ્યા છીએ, એક મોટું પરિવર્તન થતા જોઈ રહ્યું છે.

શિક્ષક પર્વ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે શિક્ષક પર્વ પર અનેક નવી પરિયોજનાઓનો શુભારંભ થયો છે. આ પહેલ આ માટે પણ જરૂરી છે. કારણ કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આજે જે યોજનાઓ શરૂ થઈ છે. તે ભવિષ્યના ભારતને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તમે બધાએ કઠિન સમયમાં દેશમાં શિક્ષા માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તે અતુલનીય છે, સરાહનીય છે.