કૂ-પ્રથાની હિચકારી ઘટના : મેઘ દેવતાને પ્રસન્ન કરવા બાળાઓને ગામમાં નિર્વસ્ત્ર ફેરવવામાં આવી

મધ્યપ્રદેશથી કમકમાટી છૂટી જાય તેવા સમાચાર આવી રહ્યા છે. આ ન્યૂઝની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. હા … રાજ્યના દમોહ જિલ્લાના એક ગામમાં વરસાદ માટે દેવતાને પ્રસન્ન કરવા અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાંથી રાહત મેળવવા માટે કૂ-પ્રથા હેઠળ છ બાળકીઓને છોકરીઓને નિર્વસ્ત્ર કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને ગામમાં પણ ફેરવવામાં આવી હતી.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) એ આ મામલે સંજ્ઞાન લીધું છે અને દમોહ જિલ્લા વહીવટીતંત્રને ઘટનાની જાણ કરવા માટે બોલાવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુંદેલખંડ પ્રદેશના દમોહ જિલ્લા મથકથી આશરે 50 કિલોમીટર દૂર જબેરા પોલીસ સ્ટેશન વિસ્તારના બાનિયા ગામમાં રવિવારે આ ઘટના બની હતી.

દમોહ જિલ્લા મેજિસ્ટ્રેટ એસ કૃષ્ણ ચૈતન્યએ આ બાબત અંગે જણાવ્યું હતું કે રિપોર્ટ NCPCR ને સુપરત કરવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) ડીઆર તેનિવારે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે સ્થાનિક પ્રથાના ભાગરૂપે વરસાદના દેવને ખુશ કરવા માટે કેટલીક સગીર છોકરીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ડી.આર.તેનિવારે કહ્યું કે ગ્રામજનો માને છે કે આ પ્રથા વરસાદમાં પરિણમી શકે છે. મળતી માહિતી મુજબ, દુષ્કાળની સ્થિતિને કારણે વરસાદ ન પડવાને કારણે, જૂની માન્યતા મુજબ ગામની નાની છોકરીઓ નગ્ન કરીને તેમના ખભા પર એક વાસણ મુકવામાં આવે છે અને આ વાસણમાં દેડકાને બાંધવાનો રિવાજ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓને ગામમાં ફેરવતી વખતે સ્ત્રીઓ પૂજા કરવા માટે આગળ અને પાછળ ચાલે છે અને રસ્તામાં પડતા ઘરોમાંથી, આ મહિલાઓ લોટ, કઠોળ અથવા અન્ય ખાદ્ય પદાર્થો માંગે છે અને જે પણ ખાદ્ય પદાર્થો એકત્રિત કરવામાં આવે છે તેને મોકલવામાં આવે છે અને ત્યાર બાદ મંદિરમાં ભંડારા દ્વારા પૂજા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ પ્રકારનું કાર્ય કરવાથી વરસાદના દેવતાઓ પ્રસન્ન થાય છે અને વરસાદ શરૂ થાય છે. અધિકારીએ જણાવ્યું કે આ છોકરીઓના માતા -પિતા પણ આ ઘટનામાં સામેલ હતા અને તેઓએ અંધશ્રદ્ધા હેઠળ આવું કર્યું હતું. આ અંગે કોઈ ગામવાસીએ કોઈ ફરિયાદ કરી નથી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં વહીવટીતંત્ર જ ગ્રામવાસીઓને આવી અંધશ્રદ્ધાઓની નિરર્થકતા અંગે જાગૃત કરી શકે છે અને તેમને સમજાવે છે કે આવી પ્રથાઓ ઇચ્છિત પરિણામ આપતી નથી.

દરમિયાન, ઘટનાના બે વીડિયો પણ સામે આવ્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાં, છોકરીઓ નગ્ન જોવા મળે છે.