ગુજરાતમાં આઠ મહિનામાં 1376 લક્ઝુરિયસ કારનું વેચાણ, જાણો સૌથી વધુ કારો ક્યા શહેરમાં ખરીદાઈ…

લક્ડુરિયસ કારના શોખીનોની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. પાછલા મહિનાઓ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 1376 કારોનું વેચાણ થયું છે.  સુરતમાં આઠ મહિનામાં 131 મર્સિડીઝ વેચાઈ હોવાનો કંપનીનો દાવો કરવામાં આવ્યો છે. સુરતમાં વેચાતી લક્ઝુરિયસ કાર 80 ટકા ડીઝલ છે. હવે વકીલ, ડોક્ટર, સીએ પણ મોભાદાર કારો ખરીદતા થઈ ગયા છે.

કોરોના પહેલાં માત્ર બિઝનેસમેન જ લક્ઝુરિયસ કાર ખરીદતા હતા, પરંતુ હવે વકીલ, ડોક્ટર અને સીએ સહિતના વ્યવસાયકારો પણ મોભાદાર કારોની ખરીદી કરતા થઈ ગયા છે. કોરોનાની કથિત મંદી વચ્ચે એક તરફ રાજ્યભરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થયો છે.

માહિતી મુજબ એક માત્ર સુરતમાં જ છેલ્લા આઠ મહિનામાં 338 લક્ઝુરિયસ કારોનું વેચાણ થયું છે, જે રાજ્યના 25 ટકા થાય છે. આ વેચાણમાં સૌથી વધારે 131 મર્સિડીઝ કાર છે, જ્યારે 92 BMW અને 32 જેગુઆર છે.