અશ્રુસાગર: ચોધાર આંસુએ શેહનાઝ ગીલે “સિદ્વાર્થ-સિદ્વાર્થ”ની ચીસો પાડી અને દોડી ગઈ સ્મશાનભૂમિ તરફ

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદથી સોશિયલ મીડિયા તેની તસવીરો અને વીડિયોથી છલકાઈ રહ્યું છે. તેના મૃત્યુ પછી ચાહકો શહેનાઝ ગિલ માટે ચિંતિત છે. લોકો તેના વિશે જાણવા માંગતા હતા, તે કેવી છે. ગુરુવારે, શહનાઝના પિતાએ કહ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચાર સાંભળીને તે સંપૂર્ણપણે આઘાતમાં છે. રડી-રડીને તેની હાલત ખરાબ થઈ ગઈ છે.

બપોરે સિદ્ધાર્થ શુક્લના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં શહનાઝ ગિલ પોતાને રોકી શકી નહીં અને ઓશિવારા સ્મશાનગૃહ પહોંચી હતી. એક વીડિયોમાં સિદ્વાર્થ- સિદ્ધાર્થ કહીને સતત રડતી જોવા મળી રહી છે.

શહેનાઝ ગિલને વીડિયોમાં જોઈ શકાય છે કે સિદ્ધાર્થ-સિદ્ધાર્થ કહીને પાર્થિવ શરીર તરફ દોડતી દેખાય છે. તેનો આ વીડિયો ખૂબ જ લાગણીશીલ છે અને ઝબકોળનારું છે. ચાહકો આ વિડીયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને શેહનાઝની તબિયત સારી રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

અગાઉ સ્મશાનમાંથી ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં શહેનાઝ કારમાં બેસીને ખૂબ રડતી જોવા મળી હતી. આ દરમિયાન તેનો ભાઈ શાહબાઝ ગિલ પણ તેની સાથે જોવા મળ્યો હતો. શહનાઝ સિવાય ઘણા ટીવી સ્ટાર્સ સિદ્ધાર્થને વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Whatsinthenews (@_whatsinthenews)

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાએ એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટીવી શો ‘બાબુલ કા આંગણ છોટે ના’માં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી. બાદમાં તે ‘જાને પહેચાને સે … યે અજનબી’, ‘લવ યુ જિંદગી’ જેવા શોમાં દેખાયો. પણ ‘બાલિકા વધુ’એ તેને પ્રખ્યાત કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લનું ગુરુવારે નિધન થયું. સિદ્ધાર્થ એક લોકપ્રિય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા હતો. તેણે લાંબા સમયથી ચાલતા ટીવી શો ‘બાલિકા વધૂ’માં તેની ભૂમિકા સાથે એક ઉત્કૃષ્ટ ટીવી અભિનેતાની ઓળખ મેળવી. તે 40 વર્ષનો હતો. તેના પરિવારમાં તેની માતા અને બે બહેનો છે.