આદિવાસી મહિલાઓનાં ખૂલ્યા ભાગ્ય, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-રીક્ષાનું લોકાર્પણ, તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ

કેવડિયાકોલોની સ્ટેચ્યુઓફ યુનિટી ખાતે ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ થયું છે. સ્ટેચ્યુ પરિસર ને પ્રદુષણ મુક્ત બનાવવા હવે ઈ રીક્ષાઓ દોડતી થઈ ગઈ છે. ખાસ વિશેષ આકર્ષણ તો એ છે કે આ રીક્ષાઓનું સંચાલન હવે મહિલા રીક્ષા ચાલક કરી રહીછે.પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનું  પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું કદમ છે.

આજે પ્રથમ દિવસે સાંસદ સી.આર.પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઇ-રીક્ષામાં સફર કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન લોખંડી પુરુષ,સરદાર સાહેબને યોગ્ય શ્રધ્ધાંજલી આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપિત કરી છે,સાથેસાથે ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકયા છે,તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે, સાથે સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયુ છે.

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રીની દુરંદેશીભરી નિતી રહી છે, આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત ૫ જુન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ માનનીય પ્રધાનમંત્રીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો જેને સાકાર કરતા આજથી ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ છે.

આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ૬૦ જેટલી સ્થાનિક આદિવાસી મહિલાઓને ઇ-રીક્ષા પરિચાલનની વિધિસરની તાલીમ આપવામાં આવી છે જેથી મહિલાઓ પગભર થઇ શકે,હાલમાં ૨૭ જેટલી મહિલાઓની બીજી બેચને પણ ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

આજે પ્રથમ દિવસે જ કેવડીયામાં પધારેલ નવસારી સાંસદ સી.આર.પાટીલે મહિલા સંચાલિત ઇ-રીક્ષામાં સવારી કરી હતી તેઓની સાથે મજુરા વિધાનસભાનાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હતા.સાંસદ સી.આર.પાટીલે પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, આ વિસ્તાર દેશનો પ્રથમ ઇ-વ્હિકલ વિસ્તાર બનાવવાનો નિર્ધાર માનનીય પ્રધાનમંત્રી એ વ્યકત કર્યો હતો અને આજથી તેનું પ્રથમ ચરણની શરુઆત થઇ છે આજે હું મહિલાઓ સંચાલિત ઇ-રીક્ષામાં પ્રવાસ કર્યો છે મને ઘણો આનંદ થયો અને બહેનોને પણ હું અભિનંદન પાઠવુ છું.

આજથી ઇ-રીક્ષાની શરુઆત કરવામાં આવતા ચાલક મહિલાઓમાં ઘણી ખુશી છવાઇ હતી.
હવે સ્ટેચ્યુ પરિસર મા ઈકાર પણ દોડી રહી છે. જે બેટરીથી ચાલતી કાર છે જેને ચાર્જ કરીને ચલાવી શકશે જેનાથી આ વિસ્તાર મુક્ત બનશે હવે સ્ટેચ્યુ પરિસર મા ઈ રીક્ષાઓ અને ઈકાર દોડતી દેખાય તો નવાઈ નહીં