મોટો આઘાત: બિગ બોસ-13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક, 40 વર્ષની ઉંમરે નિધન

બોલિવૂડને મોટો આઘાત લાગ્યો છે.  નાના પડદાના પ્રખ્યાત અભિનેતા અને રિયાલિટી શો બિગ બોસ સિઝન 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા વિશે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 40 વર્ષની ઉંમરે તેનું દુ:ખદ અવસાન થયું છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, અભિનેતાને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થના મૃત્યુના સમાચારે ચાહકો તેમજ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને મોટો આંચકો આપ્યો છે.