બ્લેક-રેડ બિકીનામાં પ્રિયંકાએ આપ્યો સેન્સેશનલ કિલર પોઝ, ટ્રોલર બોલ્યા,” કોલ ધ પોલીસ”

બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે દરરોજ તેના ચાહકો સાથે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પતિ નિક સાથે ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યો છે. જેને જોઈને પરિણીતી ચોપરાએ તેને યાદ અપાવ્યું કે પરિવારના સભ્યો સોશિયલ એકાઉન્ટ પર છે. જ્યારે હવે ફરી એકવાર તેણે તેના બિકીની ફોટોથી લોકોને ચોંકાવી દીધા છે. આ ફોટો ઇન્ટરનેટ પર ભારે હંગામો મચાવી રહ્યો છે.

સિઝલીંગ અંદાજમાં આપ્યો ફોટો

પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે બિકીની પહેરીને સનબાથ કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં પ્રિયંકા ચોપરા બ્લેક અને રેડ કોમ્બિનેશનના ટુ-પીસમાં સિઝલિંગ પોઝ આપી રહી છે. આ ઉપરાંત, તે તેના ફિટ બોડીને પણ ચમકાવી રહી છે. તેણે આ આઉટફિટ સાથે સ્ટાઇલિશ સનગ્લાસ પણ પહેર્યા છે. જૂઓ પ્રિયંકા ચોપરાની આ તસવીર વાયરલ થઈ રહી છે.

ટ્રોલરે કરી આવી કોમેન્ટ

આ ફોટો શેર કરતા પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં કહ્યું કે આ રવિવારની તસવીર છે જે તેણે આજે એટલે કે સોમવારે શેર કરી છે. તેણે લખ્યું- ‘રવિવાર આ રીતે …’. પ્રિયંકાને આ તસવીર પર ચાહકો અને ઘણી સેલિબ્રિટીઝ તરફથી જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે પ્રિયંકા એટલી હોટ દેખાઈ રહી છે કે કોઈએ જલ્દીથી પોલીસને બોલાવવી જોઈએ. તમને જણાવી દઈએ કે પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે વેકેશન પર ગઈ હતી. જ્યાંથી તે સતત તસવીરો શેર કરી રહી છે.