ચકચાર: બોલિવૂડની આ હિરોઈન મુશ્કેલીમાં, ઈડી દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ

બૉલીવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસની આજે ઇડીએ મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ કરી છે. આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેની સામે અગાઉથી જ મની લોન્ડિ્ંરગ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ સુકેશે તિહાડ જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી પ્રકરણે ધરપકડ કરી હતી. હાલમાં તે ઇકોનોમિક ઓફેન્સિસીસ વિંગની કસ્ટડીમાં છે.