મન કી બાત: યુવાઓમાં રમતો પ્રત્યે જોવા મળી રહેલો જુસ્સો જ મેજર ધ્યાનચંદ પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકમાં ભારતની સફળતા સાથે યુવાઓમાં રમત પ્રત્યે જોવા મળી રહેલો જુસ્સો જ મેજર ધ્યાનચંદ પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ જ છે.

ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાને કહ્યું કે, આજે, જ્યારે હું દેશના યુવાઓમાં, આપણા દીકરા-દીકરીઓમાં, રમત પ્રત્યે જે આકર્ષણ જોઈ રહ્યો છું, માતા-પિતાને પણ બાળકો જો રમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, જે જુસ્સો જોવા મળી રહ્યો છે, તેથી હું સમજું છું કે મેજર ધ્યાનચંદજીને બહુ મોટી શ્રદ્ધાંજલિ છે.

વડાપ્રધાને કહ્યું કે આ વખતે ઓલિમ્પિકે અસર કરી છે. હવે પેરાલિંપિક્સ ચાલી રહ્યું છે. જે થયું તે આત્મવિશ્વાસ પેદા કરવા માટે પૂરતું છે. યુવા ઇકોસિસ્ટમને જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, પરંપરાગત સામગ્રીમાંથી નીકળી રહ્યા છે. દરેક પરિવારમાં રમતગમતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેને અટકાવવી જોઈએ નહીં. હવે દેશમાં રમતગમત, રમતની ભાવના અટકાવવાની નથી. તેને પરિવારિક, સામાજિક, રાષ્ટ્રીય જીવનમાં કાયમી કરવાની છે અને સતત નવી ઉર્જાથી ભરવાની છે.

તેમણે કહ્યું કે, આજનો યુવા જૂની રીત કરતા કંઇક નવુ કરવા ઇચ્છે છે અલગ કરવા ઇચ્છે છે . સ્પેસ સેક્ટરને ખોલ્યા બાદ કેટલાક યુવા તેમાં રુચિ લઇને આગળ આવ્યા. આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટઅપ કલ્ચરનો વિસ્તાર થઇ રહ્યો છે અને તેમાં હું ઉજજવળ ભવિષ્યના સંકેત જોઇ રહ્યો છું.

વડાપ્રધાને સ્વચ્છ ભારતનો સંકલ્પ યાદ કરતા કહ્યું કે, આજે આપણો દેશ આઝાદીનો અમૃત મનાવી રહ્યો છે. પરંતુ સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ આપણે મંદ નથી પડવા દેવાનો. તેમણે કહ્યું કે જેટલા શહેરો વોટર પ્લસ સીટી હશે તેટલી સ્વચ્છતા વધશે અને આપણી નદીઓ પણ સાફ રહેશે.

પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં 62 કરોડથી વધારે કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની છે સતર્કતા રાખવાની છે. તેમણે કહ્યું કે, દવાઇ પણ અને કડકાઇ પણ. આ સમય આઝાદીના 75 વર્ષનો છે. આ વર્ષે આપણે રોજ નવા સંકલ્પ લેવાના છે. નવું વિચારવાનું છે અને કંઇક નવું કરવાનો પોતાનો ઉત્સાહ વધારવાનો છે.