અંડરવર્લ્ડ ડોન દાઉદનો જમણો હાથ મનાતા ગેન્ગસ્ટર ફહીમ મચમચનું કોરોનાથી મૃત્યુ?

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલનો જમણો હાથ મનાતા ગેન્ગસ્ટર ફહીમ મચમચનું શુક્રવારે રાતના કોરોનાની બીમારીને કારણે મૃત્યુ થયું હોવાના અહેવાલ સાંપડ્યા હતા. પાકિસ્તાનના કરાંચીમાં રહેનારો ફહીમ મચમચ છેલ્લાં ઘણાં વર્ષથી દાઉદ અને છોટા શકીલની સાથે રહેતો હતો.

ફહીમ મચમચ હત્યા, હત્યા અને ખંડણીના અનેક કેસમાં ફરાર હતો અને તેની મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને દિલ્હીની સ્પેશિયલ સેલ ઘણા સમયથી શોધ કરી રહી હતી. જોકે છોટા શકીલે એવો દાવો કર્યો હતો કે ફહીમ મચમચ આફ્રિકામાં હતો અને તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું.

જોકે આ બાબતે મુંબઈ પોલીસે હજી સુધી ફહીમના મૃત્યુની કોઈ પણ પુષ્ટિ નથી આપી. જોકે અંડરવર્લ્ડનાં સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે ફહીમ મચમચનું મૃત્યું થયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.