તાલિબાનના કબ્જા બાદ ભારત અફઘાન નીતિ પર પુનઃ વિચાર કરવા મજબૂર: રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ પછી આ મુદ્દે ભારતની રણનીતિ શું રહેશે તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણો ભારત માટે પડકારરૂપ છે અને 15 ઓગસ્ટના તાલિબાનના વર્ચસ્વ બાદ ભારત સરકાર તેની અફઘાન નીતિ પર પુનઃ વિચાર કરવા મજબૂર છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં બદલાયેલા સમીકરણ આપણા માટે પડકાર છે. આ સ્થિતિએ ભારતને તેની રણનીતિ પર ફેરવિચાર કરવા મજબૂર કરી દીધો છે. અમે આપણી રણનીતિ બદલીએ છીએ અને સ્કવૉનું ગઠન આ રણનીતિનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું કે, રક્ષા મંત્રાલય એકીકૃત યુદ્ધ જૂથોના ગઠન અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે. યુદ્ધ દરમિયાન ત્વરિત નિર્ણય લેવો એક મહત્વનું પરિબળ છે. આ જૂથ ફક્ત જલ્દીથી નિર્ણય લેવામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ એકીકૃત લડાઈ એકમોની સંખ્યામાં વધારો પણ કરે છે.

અગાઉ શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના તેમના સમકક્ષ એન્ટોની બ્લિંકેન સાથે પણ વાત કરી હતી અને અફઘાનિસ્તાનમાં તાજેતરમાં આવેલા બદલાવ અંગે ચર્ચા કરી હતી. આ વાતચીત કાબુલ એરપોર્ટ બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટના બે દિવસ પછી થઈ હતી. આ હુમલામાં અમેરિકાના 13 જવાનો સાથે 170 અફઘાની નાગરિકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-ખુરાસને લીધી હતી.

એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી સાથે ચર્ચા બાદ ટ્વીટ કરીને જણાવ્યું કે, અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી.