ડ્રગ્સ કેસમાં નવો વળાંક: અભિનેતા અરમાન કોહલીના ઘરે NCBનાં દરોડા, અરમાનની અટક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અભિનેતા અને બિગ બોસ 7 સ્ટાર અરમાન કોહલીના જુહુના ઘરે દરોડા પાડ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વિટ મુજબ, અભિનેતાના ઘરેથી ડ્ર્ગ્સ પણ મળી આવ્યો છે, જે બાદ હવે અરમાનની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે.

ANI ની ટ્વીટ્સ શું છે?

ANI ના ટ્વીટ મુજબ, અરમાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. અપડેટ આપતી વખતે, આગળ જણાવવામાં આવ્યું હતું કે દરોડામાં અરમાન કોહલીના ઘરે ડ્રગ્સ  મળી આવ્યો છે. જે બાદ હવે અભિનેતાની NCB ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે. એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે અરમાન કોહલીએ દરોડા બાદ એનસીબીના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.