પાન-મસાલા કંપની પર કસાયો શિકંજો, 400 કરોડ રુપિયાના બ્લેક માર્કેટીંગનો ભાંડો ફૂટ્યો

આવકવેરા વિભાગે કહ્યું છે કે ઉત્તર ભારતમાં પાન મસાલા પ્રોડક્શન જૂથ પર દરોડામાં 400 કરોડ રૂપિયાથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન પકડાયા છે. આવકવેરા વિભાગે ગુરુવારે કાનપુર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને કોલકાતામાં કંપનીના 31 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ ગ્રુપ રીઅલ એસ્ટેટનો વ્યવસાય પણ કરે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ જૂથનું નામ જાહેર કર્યા વિના કહ્યું, “પ્રારંભિક આંકડા 400 કરોડથી વધુના બેનામી વ્યવહાર દર્શાવે છે.” સીબીડીટી આઇટી વિભાગ માટે નીતિ બનાવે છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, “આ જૂથ પાન મસાલાના બેનામી વેચાણ અને સ્થાવર મિલકતના બેનામી વ્યવસાયથી મોટી રકમ મેળવે છે.” આ નાણાં શેલ કંપનીઓ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન રૂપિયા 52 લાખ રોકડ અને 7 કિલો સોનું પણ મળી આવ્યું હતું. આવકવેરા વિભાગની કાર્યવાહીમાં, પેપર્સમાં હાજર કંપનીઓનું નેટવર્ક બહાર આવ્યું હતું, જેમના ડિરેક્ટર પાસે કોઈ નાણાકીય સંસાધનો નથી. આ કંપનીઓએ ત્રણ વર્ષમાં રિયલ એસ્ટેટ જૂથને 266 કરોડ રૂપિયાની કથિત લોન અને એડવાન્સ આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 115 શેલ કંપનીઓનું નેટવર્ક મળી આવ્યું છે.