CBSE: ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા, 0.54% સાથે છોકરીઓ આગળ છે.

રિઝલ્ટ આ રીતે તૈયાર કર્યું
બોર્ડે નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે, આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30:30:40 ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. માર્કિંગ સ્કીમ પ્રમાણે, ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય એ જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ સિલેક્ટ કરવામાં આવશે. ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે રિઝલ્ટ તૈયાર થશે.

30:30:40 ફોર્મ્યુલા શું છે?
CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓનાં પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. આ હેઠળ ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવશે. CBSEએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

  • સૌપ્રથમ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાઓ.
  • અહીં હોમપેજ પર ધોરણ 12 માટે CBSE Results 2021 લિંક પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ખૂલતાં કેન્ડિડેટ્સ લોગ-ઇન કરે.
  • લોગ-ઇન કરતાંની સાથે જ ડિસ્પ્લે પર રિઝલ્ટ આવી જશે.
  • રિઝલ્ટ જોયા પછી ડાઉનલોડ કરી હાર્ડ કોપી સાચવવી.

CBSEએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે રોલનંબર ફાઈન્ડર લોન્ચ કર્યું છે. આ લિંક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર એક્ટિવ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ પોતાનો રોલનંબર જોઈ શકે છે.